કુચાવાડા પાસેથી બનાસકાંઠા એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો....
Deesa City, Banas Kantha | Oct 15, 2025
ડીસાના કુચાવાડા પાસેથી બનાસકાંઠા LCBએ 1.36 કરોડથી વધુનો વિદેશી દારૂ તા.15/10/25 ને 4.30 કલાકે ઝડપી પાડ્યો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે, બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ તેના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરીને 1.36 કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી દારૂ જપ્તી માનવામાં આવે છે.