ધ્રાંગધ્રા: પાલીકા ટાઉનહોલ ખાતે મુલતાની જમાતના તેજસ્વી તારલાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સાંસદ સભ્યો ઉપસ્થિત રહ્યા
ધાંગધ્રા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઝાલાવાડ મુલતાની જમાત આયોજિત ચતુર્થ સ્નેહ મિલન સમારોહ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પીર એ તારીકત બાબા બાપુ તથા જહીર બાપુ તેમજ સુરેન્દ્રનગર વિસ્તારના સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા ડો.મેરૂભાઈ ટમાલીયા, મૈત્રી વિદ્યા પીઠ ના મંત્રી જયશ્રી બેન દેસાઈ મલ્ટી ડોટ કંપનીના સી ટી ઓ અસલમભાઈ મુલતાની તેમજ 84 મુલતાની જમાતના પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો