ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીનું વિઝન છે કે ભારતના ભવિષ્યનું નિર્માણ આત્મનિર્ભર અને સર્વાંગી વિકાસથી વિશ્વમાં આગેવાન
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે એકતા, વિકાસ અને વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસ પર આધારિત વિઝન અને સુધારાઓએ દેશના ભાગ્યને નવી દિશા આપી છે. “ઇન્ડિયા ફર્સ્ટ”ની નીતિ હેઠળ દરેક નીતિ અને યોજના દેશના નાગરિકોને સશક્ત બનાવે છે.2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં 70% ઘટાડો થયો છે અને 2 કરોડ પ્રવાસીઓએ દર વર્ષે મુલાકાત લીધી છે.