આજે તારીખ 09/01/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે કોંગ્રેસ દ્વારા આપેલ માહિતી અનુસાર તાજેતરમાં ગત સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દેવગઢ બારીઆ પહોંચી હતી, ત્યારબાદ સ્થાનિક કોંગ્રેસ આગેવાનો જનતાના પ્રશ્નોને લઈને લડાયક મૂડમાં જોવા મળી રહ્યા છે.જનઆક્રોશ યાત્રા બાદ પહેલા મનરેગા મુદ્દે જાહેરમાં બેનર લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા સંબંધી ગંભીર અનિયમિતાઓ અંગે રજૂઆત કરાઈ.