બુધવારે ઉતરાયણ અને મકરસંક્રાંતિ ના પર્વ નિમિત્તે ગૌ પૂજન કર્યું હતું.બુધવારે બપોરે એક કલાકે તેઓ પીપલોદ મુકામે પહોંચ્યા હતા.જ્યાં પત્ની અને બાળકો જોડે ગૌ માતાનું પૂજન કરી ગોળ સહિત ધાન્ય ખવડાવી ધન્યતા અનુભવી હતી.તેઓએ જણાવ્યું કે,હિન્દુ સંસ્કૃતિમાં ગૌ માતાનું પૂજન અતિ મહત્વનું માનવામાં આવે છે.દર વર્ષે મકરસંક્રાતિ નિમિત્તે સહપરિવાર જોડે ગૌ પૂજન કરું છું.જે પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌપૂજા કરવામાં આવી છે.