વડાલી: તાલુકાના કોઠણ ગામે આવેલ દક્ષિણી મહાકાળી માતાજી નું અનોખું સ્વરૂપ.
વડાલી તાલુકાનું કોઠણ ગામે આવેલ દક્ષિણી મહાકાળી મંદિરમાં શ્રદ્ધાળુઓને ભારે શ્રદ્ધા છે. ત આ મંદિરની વિશેષતા ની વાત કરવામાં આવે તો સમગ્ર ભારત દેશમાં કલકત્તા અને વડાલી તાલુકાના કોઠણ ગામે જ દક્ષિણી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. અહીંયા ખાસ વાત એ છે કે અહીંયા મહાકાળી માતાજીની મૂર્તિમાં જીભ અંદર છે મોટાભાગે તમામ મહાકાળી માતાજી મંદિરો ની અંદર માતાજીની મૂર્તિમાં જીભ બહાર હોય છે ત્યારે આ શાંત સ્વરૂપે દક્ષિણી મહાકાળી માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે.