નશામુક્ત નવસારી જીલ્લો બનાવવા એસ.ઓ.જી. ટીમ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા રીઢા આરોપી સોયેબ મુસ્તકીમ શેખ (ઉ.વ. ૨૮, રહે. મહેમુદા મંઝીલ, નવસારી) સામે PIT NDPS ACT 1988 મુજબ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી વિરુદ્ધ વર્ષ 2021 અને 2025માં ગાંજા વેચાણ સંબંધિત બે ગુનાઓ નોંધાયેલા હોવાથી એને અટકાયતી હિરાસતમાં લઇ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલાયો છે.