ગીર સોમનાથ જિલ્લાના ઊનાના નવાબંદર કોસ્ટલ વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે.જેની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે 2 આરોપીઓને દરિયાઈ વિસ્તારમાં 25 કિમી અંદર જઈ પકડી પાડ્યા છે.ત્યારે આરોપીઓ ગુન્હો આચરી માછીમારી કરવા નીકળી ગયા હોય જેની જાણ થતા પોલીસ પણ આરોપીઓને પકડવા દરિયાઈ વિસ્તારમાં ઘૂસી હતી.