ઉધના: સુરતના ડિંડોલીમાં ખરીદી કરવા નીકળેલી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચીને સ્નેચર ફરાર
Udhna, Surat | Oct 13, 2025 સુરત શહેરના ડિંડોલીમાં રહેતી મહિલા બજારમાં ઘરવખરીનો સામાન ખરીદી કરવા નીકળી હતી, ત્યારે સેન્ટોસા એન્કલેવની સામે મહિલાને રસ્તા વચ્ચે આંતરીને બાઈક ઉપર આવેલા બે અજાણ્યાએ ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ખેંચીને ભાગી ગયા હતા.ડિંડોલી ખાતે આવેલ સેન્ટોસા એન્કલેવ ખાતે અમરનાથ વિનોદચંદ્ર મિશ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં નોકરી કરીને પત્ની સહિત પરિવારજનો સાથે ભાડાના ફ્લેટમાં વસવાટ કરે છે. સાંજના સમયે અમરનાથની પત્ની અંજલી રામી પાર્ક સોસાયટી પાસે બજારમાં ગયા હતા.