દાંતીવાડા: ક્રેડિટ કાર્ડના નામે BSF જવાન સાથે 50 હજારની છેતરપિંડી થતા ફરિયાદ નોંધાઈ
દાંતીવાડાના બીએસએફ જવાન સાથે ક્રેડિટ કાર્ડના નામે ઓટીપી મેળવીને 50000ની છેતરપિંડી કરાતા દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આજે શુક્રવારે સાંજે 7:30 કલાકે દાંતીવાડા પોલીસના સૂત્રોએ સમગ્ર ફરિયાદ અંગે જાણકારી આપી હતી. જોકે સમગ્ર મામલે પોલીસે હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.