ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે કુંભારવાડામાં નારી રોડ પર કશ્મિરી ક્વાર્ટર નં. 436માં રહેતા મેહુલસિંહ ઉર્ફે મહાવિર ગજેન્દ્રસિંહ સોઢાના ઘરે કાર્યવાહી કરી .વિદેશી દારૂના ચપટા જેની કિંમત 8,640/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, આ રેઇડ દરમિયાન આરોપી હાજર ન મળતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.