જિલ્લામા 50 હજાર રિચાર્જ કૂવામાંથી 25 હજાર રિચાર્જ કુવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે, CM ભુપેન્દ્ર પટેલે આપ્યુ નિવેદન
Palanpur City, Banas Kantha | May 30, 2025
બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય અભિયાન અંતર્ગત 50,000 રિચાર્જ કૂવાના નિર્માણનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી 'કેચ ધ રેઇન' અભિયાન અંતર્ગત આ પહેલ કરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે. આ પ્રોજેક્ટમાં 50 હજાર રિચાર્જ કૂવા પૈકી 25 હજાર રિચાર્જ કૂવા બનાસ ડેરી દ્વારા બનાવવામાં આવશે.