કાલોલ તાલુકાના એક ગામમાં રહેતા પરિવાર ની સગીર બાળકી ને તા ૧૫/૧૨ ના રોજ રાત્રીએ પત્ની તરીકે રાખવા અને શારિરિક શોષણ કરવાના ઈરાદે પટાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જનાર સૂરપાલસિંહ અજીતસિંહ પરમાર રે.ચોર્યાના મુવાડા તા સાવલી સામે સગીરા ના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.