ઉધના: સુરતના વેસુમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ખાનગી કંપનીના મેનેજરનો બળાત્કાર
Udhna, Surat | Nov 3, 2025 સુરતના વેસુ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતા મેનેજરે સોશિયલ મીડિયા દ્વારા ઇવેન્ટમાં કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ હતું, પરંતુ લગ્ન નહીં કરીને તેણીની સાથે દગો કરતાં ફરિયાદના આધારે વેસુ પોલીસે ગુનો નોંધીને બળાત્કારી મેનેજરની ધરપકડ કરી છે.શહેરના મગદલ્લા ખાતે આવેલ સુમનધારા એપાર્ટમેન્ટમાં રહેતા 29 વર્ષીય વિશાલ રમેશભાઈ વસાવા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.