મોટા વરાછા વિસ્તારમાં હત્યાના બનાવ સામે આવ્યો છે. શુક્રવારની સમી સાંજે સાહિલ ઘોદા નામના યુવક ની સાળા બનેવી જોડે માથાકૂટ અને ઝઘડો થયો હતો.જે ઝઘડામાં પતાવટ પણ થઈ ગઇ હતી.પરંતુ બાદમાં બંને સાળા બનેવીએ સાહિલને સમાધાનના નામે બોલાવી ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.ઇજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પોલીસે હત્યાનો ગુનો નોધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.