માંડવી તાલુકાના ભારાપર ગામે આજે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે રૂ. 13.30કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાલુકાના માર્ગ વ્યવહારને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્વના માર્ગોના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત રાજપર વિરાણી–નાભોઈ–કુરબઈ રોડનું નવીનીકરણ રૂ. 6.30 કરોડના ખર્ચે, ગોધરા થી દુર્ગાપુર–ભારાપરને જોડતા રોડનું નવીનીકરણ રૂ. 3.80 કરોડના ખર્ચે તેમજ ભાડા થી આશર માતા મંદિર રોડનું નવીનીકરણ રૂ. 70 લાખ ના ખર્ચે