જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સાથે મુલાકાત કરી તેઓની સમસ્યાઓ તથા વિકાસલક્ષી આવશ્યકતાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.આ અવસરે ગ્રામજનો દ્વારા પાણી–માર્ગ–કૃષિ સહિતના વિવિધ મુદ્દાઓ રજૂ કરાયા હતા, જેને ધ્યાનપૂર્વક સાંભળીને ધારાસભ્યએ તંત્ર મારફતે સમયમર્યાદામાં શક્ય તે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.