ઉધના: સુરતના અમરોલીમાં શ્વાન પર હુમલો કરનાર પિતા - પુત્ર સહિત ત્રણ વિરૂદ્ધ ફરિયાદ
Udhna, Surat | Nov 1, 2025 સુરતના શહેરનાં અમરોલી ખાતે સોસાયટીમાં ડોગ પર હુમલો કરનાર પિતા – પુત્ર સહિત ત્રણ ઈસમો વિરૂદ્ધ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘરનાં દાદર પર બેસેલ શ્વાનને લાકડી વડે ગંભીર ઈજા પહોંચાડવાની ઘટનાને પગલે સોસાયટીનાં રહેવાસીઓમાં પણ ભારે રોષ વ્યાપી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.