ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલી શિવાનંદ સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. ચિત્રા ફુલસર શિવાનંદ સોસાયટી વિસ્તારમાં અજાણ્યા તસ્કરો ત્રાટકી મકાનમાંથી રોકડ સહિતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે પોલીસને મકાન માલિક દ્વારા જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.