કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં યુવકે દવા પી લેતા સારવાર દરમિયાન અવસાન થયું
Bhavnagar City, Bhavnagar | Jan 19, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં એક યુવકે દવા પી લેતા મોત થયું હતું. સર ટી હોસ્પિટલ ખાતેથી જણાવ્યા અનુસાર શહેરના કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં રહેતો યુવક કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જે બનાવને લઇ પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.