વડોદરા: નટુભાઈ સર્કલ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત,મોટું નુકસાન
વડોદરા : ટ્રાફિક નિયમોનું પાલન ન થવાથી અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે.આવા અકસ્માતોમાં કેટલાક કિસ્સાઓમાં તો લોકોના જીવ પણ જાય છે.ત્યારે,નટુભાઈ સર્કલથી ચકલી સર્કલ તરફ જતા માર્ગ પર ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અથડામણના કારણે મોટું નુકસાન થયું હતું જ્યારે ટેમ્પાને પણ આંશિક નુકસાન થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ આવી પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.