સિહોર સર્વોતમ ડેરી પાછળ રહેતા મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે અગાઉતેમના દીકરા બહાર મોબાઈલ લઈ અને મિત્રો સાથે બેઠા હોય ત્યારેયુવરાજસિંહ નામના વ્યક્તિ સાથે માથાકૂટ થયેલી જે અંગેની દાજ રાખી આજરોજ તેમના ઘર પાસે બે લોકો આવી ગાળો બોલવા લાગ્યા મહિલા દ્વારા ગાળો બોલવાની ના પાડતા મહિલા ને ધોકો મારેલ પગમાં ઉપરાંત તેમના દીકરાને પણ માર મારવામાં આવેલ જે અંગે મહિલા દ્વારા બે લોકો વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે