ભાણવડ: ભાણવડ શહેરમાં રાત્રે બે વખત જોરદાર ધડાકા સાથે ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો
ભાણવડ શહેરમાં રાત્રે બે વખત જોરદાર ધડાકા સાથે ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં ફરીથી જોરદાર ધડાકા સાથે ભૂકંપના આંચકા અનુભવાતા નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે અચાનક આવેલા આંચકાઓને કારણે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા અને સમગ્ર શહેરમાં દહેશતનું માહોલ છવાઈ ગયો હતો.