ખંભાતના વાડીફળીયા વિસ્તારમાં રહેતા અને હાલ જયપુરમાં સ્થાયી થયેલા એક ફરિયાદીએ પોતાની વડીલોપાર્જિત જમીનમાંથી ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષો કાપી વેચી નાખવા બાબતે ખંભાત મામલતદારને લેખિત ફરિયાદ કરી છે. આ મામલે વિરોધ કરતા સામાવાળાઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.વનીલભાઈ ભગવતીભાઈ પટેલ (રહે. વાડીફળીયા, ખંભાત; હાલ રહે. જયપુર) ફરિયાદ કરી છે.