રાજકોટ પૂર્વ: મયુરનગર અને આર કે યુની. પાસેથી દેશી દારૂનો મોટો જથ્થો પકડાયો : બે શખ્સોની ધરપકડ
શહેરના ભાવનગર રોડ પર આવેલા મયુર નગર વિસ્તારમાંથી ઝાઈલો કારમાંથી 550 દેશી દારૂના જથ્થા સાથે લાલજી ગોવાણીની ધરપકડ કરી હતી. જ્યારે આર.કે.યુનિવર્સિટી નજીક સ્વીફ્ટ કારમાંથી 400 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી પોલીસે બે કાર, દારૂ સહિત રૂ7.90 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છુટેલા ચોટીલાના બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.