વડોદરા: અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુમાડ જીરો પોઇન્ટ પાસેથી LCBએ મોટી માત્રામાં શરાબનો જથ્થો ઝડપી પાડ્યો
વડોદરા : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુમાડ જીરો પોઇન્ટ પાસે સાવલી તરફ જતા રોડ પર એક્ઝિટ પોઇન્ટ પાસે LCBની વાહન ચેકીંગની કામગીરી ચાલી રહી હતી.દરમિયાન રાજસ્થાનથી ઉદેપુર નીકળી વિદેશી શરાબનો જથ્થો ભરેલી આઈસર વડોદરા આવતા ઝડપાઈ હતી.ગાડીમાં તપાસ કરતા દારૂ બિયરની પેટીઓ મળી આવી હતી.પોલીસે પાદરાના ચુનીલાલની અટકાયત કરી 11.73 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.