જિલ્લામાં 7 વિધાનસભા માં ચાલી રહેલા ચૂંટણી અભિયાનમાં 44,655 મતદારોના નામ રદ થવાની શક્યતા
Mahesana City, Mahesana | Nov 25, 2025
મહેસાણા જિલ્લામાં શરૂઆતના દસ દિવસમાં 3,58,172 મતદારોના ગણતરી ફોર્મ ડિજિટલ થયા હતા ત્યાર પછીના પાંચ જ દિવસમાં તારીખ 24 નવેમ્બર સુધીમાં 6,93,925 ફોર્મ ભરાઈને આવતા અત્યાર સુધીમાં 10,52,097 ફોર્મ ડિજિટલ થઈ ગયા છે. સાત વિધાનસભા પૈકી જિલ્લામાં મતદાર યાદી સુધારણા ફોર્મ વિતરણ પછી કુલ 44,655 ફોર્મ ભરાઈને પરત નહીં આવતા પાછળના કારણોમાં મૃત્યુ કાયમી સ્થળાંતર મુલાકાતો પછી પણ હાજર મળ્યા નથી આવા અરજદારોના નામ યાદીમાંથી રદ થશે.