સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના એક ગામમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતી એક મહિલાની ૧૬ વર્ષીય માનસિક રીતે અસ્થિર દીકરી જ્યારે ગામમાં એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા નરાધમે તેની લાચારીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના ત્યારે ધ્યાને આવી જ્યારે ત્રણ મહિના પહેલા પેટ બહાર આવ્યું અને હાલ 9 માસ થતા તેને ડિલિવરી તપાસ માટે હોસ્પિટલ લઈ જતા સમગ્ર મામલો સામે આવ્યો.