સુરતીઓના માનિતા પોંક ની ગુણવત્તા ચકાસવા તપાસ હાથ ધરવામાં આવી હતી.ઘી,પનીર,ચીઝ બાદ પોંકની ચીજવસ્તુઓમાં ભેળસેળ ની ગંધ આવતા આ તપાસ હાથ ધરાઈ હતી.પાલીકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ આગ સંસ્થાઓમાંથી 12 સેમ્પલ લેવાયા હતા.શહેરની દસ જેટલી સંસ્થાઓમાંથી લેવાયેલા સેમ્પલ લેબ ખાતે મોકલાયા હતા.જ્યાં રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે.હાલ ઠંડીની સિઝનમાં પોંક ની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.સ્થળ પર હાઈજીન અને સ્વછતા રાખવા કડક સૂચના આપી.