સાયલા તાલુકાના ગંગાજળ ગામે ઉદ્યોગપતિઓને ડરાવી—ધમકાવી ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક સામે આવ્યું છે. ખેતી અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા નાજભાઈ પુંજભાઈ ધાંધલ પાસે હપ્તાની માંગણી કરી, હથિયારો સાથે આતંક મચાવનાર 7 શખ્સો સામે ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ગંગાજળ ગામે રહેતા ખેતી અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા નાજભાઈ પુંજભાઈ ધાંધલે જય સૂર્યા સ્ટોન કશર નામનો કવોરી ઉદ્યોગ ભાગીદારો સાથે શરૂ કર્યો હતો.