વડાલી: શહેરના એક વ્યક્તિના ખાતા માંથી 52 હજાર રૂપિયા ઓનલાઈન ઉપડી જતા પોલીસ ને લેખિત જાણ કરાઈ.
વડાલી શહેરના એક વ્યક્તિના મોબાઈલમાં 11.43 ના ટાઇમે અચાનક મેસેજ આવ્યા જેમાં પ્રથમ 20,000 અને ત્યારબાદ 22 હજાર રૂપિયા ખાતામાંથી ઓનલાઈન ઉપડી ગયા હતા આમ કુલ 52 હજાર રૂપિયા ઓનલાઈન ઉપડી જતા શહેરના આ વ્યક્તિએ પ્રથમ 1930 ઉપર ફોન કરીને જાણ કરી હતી અને ગઈકાલે 5 વાગ્યાના સુમારે વડાલી પોલીસને લેખિતમાં પણ જાણ કરી હતી.