ગણદેવી: બીલીમોરામાં સગીરાની સાથે વારંવાર દુષ્કર્મ કરનાર આરોપીનું પોલીસ દ્વારા સરઘસ
બીલીમોરા શહેરમાં 15 વર્ષની સગીરાની સાથે ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચરનાર 23 વર્ષીય સદ્દામ હુસેન રમજાણીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને સાત મહિનાનું ગર્ભ રહેતા પ્રીમેચર ડિલિવરી દરમ્યાન નવજાતનું મોત થયું હતું, ત્યારબાદ પરિવારે બીલીમોરા પોલીસને જાણ કરી. પોલીસે કોલ રેકોર્ડ અને ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને ઝડપ્યો અને તેને પાઠ ભણાવવા માટે શહેરમાં સરઘસ કાઢ્યો. આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.