ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણમાં કપાસ ની નવી સિઝનનો પ્રારંભ થયો પ્લોટ નંબર 51 હરાજી થઈ
Patan City, Patan | Sep 16, 2025
પાટણ એપીએમસીમાં નવરાત્રિના પ્રથમ દિવસથી કપાસની નવી સીઝનની શરૂઆત થઈ રહી છે. પ્લોટ નંબર ૫૧ ખાતે સવારે ૯:૧૫ કલાકે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના જણાવ્યા અનુસાર, એપીએમસીમાં ખુલ્લી હરાજી, ખરું તોલ અને રોકડ નાણાંના વ્યવહારને કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય વિસ્તારોના ખેડૂતો તેમની ઉપજ વેચવા આવે છે.ગત વર્ષે એપીએમસીમાં ૧,૯૯,૮૫૮ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. આ વર્ષે પણ કપાસની મોટી આવકની અપેક્ષા રખાઇ છે.