વિસનગર: નંબર પ્લેટ વગરના બાઈક સાથે બે શખ્સો ઝડપાયા, ૪ બાઈક ચોરીની કબૂલાત કરી
વિસનગર શહેર પોલીસે કડા દરવાજા વિસ્તારમાંથી નંબર પ્લેટ વગરના બાઈક સાથે એક સગીર અને એક યુવકની અટકાયત કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન, આ બંનેએ ચાર બાઈક ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે ચોરી થયેલા ચારેય બાઈક કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.