માળીયા: માળીયા-કચ્છ હાઇવે પર ડબલ સવારી બાઈક સ્લીપ થતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, આધેડનું કરૂણ મોત...
Maliya, Morbi | Sep 23, 2025 માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના રહેવાસી સતારભાઈ કાસમભાઈ પાયક અને સુભાનભાઈ નૂરમહમદભાઈ પાયક ગત તા.10ના રોજ બાઈક લઈને જતા હતા ત્યારે માળીયા - કચ્છ હાઇવે ઉપર શહેનશાહવલીના પાટિયા પાસે રોડ ઉપર રહેલા ખાડાના કારણે બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા સતારભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સુભાનભાઈને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.