સનાતન ધર્મના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું, શ્રદ્ધા, સંસ્કૃતિ અને અડગ આસ્થાનું મહાન પ્રતીક એવા ગુજરાતના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આણંદ જાગનાથ મહાદેવ મંદિર ખાતે આજથી 72 કલાક (દિવસ અને રાત) અવિરત શિવ ધૂન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવિરત શિવારાધના સવારે 8:30 કલાકે શરૂ થઈને ત્રણ દિવસ-રાત સુધી ભગવાન શિવના નામસ્મરણથી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દેશે.