માણસા: માણસા કોલેજમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો: કેન્સર અંગે જાગૃત કરાયા
સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીના માનદ્ મંત્રી ડૉ. વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ એસ.ડી. આર્ટ્સ એન્ડ શાહ બી.આર. કોમર્સ કોલેજ માણસાના CWDC વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માણસા તાલુકા શાખાના તેમજ આશીર્વાદ ફાઉડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “કેન્સર જાગૃતિ” કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. તુષારભાઈ વ્યાસ તથા સેવાનુરાગી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માણસા તાલુકા શાખાના દિનેશભાઇ વ્યાસ હાજર રહ્યા હતા.