બોરસદ અને આંકલાવને જોડતા ટૂંકમાં ટૂંકા રસ્તો જે 11 કિલોમીટરની લંબાઈનો છે, ત્યાં અલારસા કોસીન્દ્રા રોડ ઉપર ગત વર્ષના ચોમાસા દરમિયાન વધારે પાણીની આવક થતા રસ્તા ઉપર સ્લેપ ડ્રેન થતા રસ્તો ખરાબ થયો હતો. આ રસ્તો બોરસદ અને આંકલાવને જોડતો રસ્તો હોય તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા નવીન બોક્સ કલવર્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.