ઇચ્છાપોર ગ્રામ પંચાયતના માજી સરપંચની ધરપકડ, સરકારી નાણાંની ઉચાપત અંગેનો નોંધાયો હતો ગુનો,
Majura, Surat | Nov 4, 2025 ઇચ્છાપોર પોલીસે માજી સરપંચની ધરપકડ કરી છે. 28.85 લાખની ઉચાપત કેસમાં કાર્યવાહી કરી છે.વર્ષ 2014 માં ઇચ્છાપોર ગ્રામ પંચાયતના માજી સરપંચ ,ઉપ સરપંચ સહિત મહિલા તલાટી મંત્રીએ ખોટા બિલો બનાવ્યા હતા.જે કેસમાં અગાઉ તલાટી મંત્રીની ધરપકડ કરાઈ હતી.પોલીસ તપાસમાં કોર્ટે આપેલા સ્ટેની મુદ્દત પુરી થયા બાદ કૌભાંડમાં માજી સરપંચ અનુરાગ પટેલની સોમવારના રોજ ધરપકડ કરવામાં આવી છે.ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરા ની રકમ બેંકમાં જમા કરાવવાના બદલે વાપરી નાખી હતી.