વડાલી: ધરોઈ રોડ નજીક આવેલા જુનીપર ગ્રીન સિગ્મા સોલાર પ્લાન્ટમાંથી સાત લાખ કરતા વધુ ના કેબલ વાયર ની ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ.
વડાલી તાલુકાના બાબસર ગામ પાસે જુનીપર ગ્રીન સિગ્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો સોલર પ્લાન્ટ આવેલો છે. ગત રવિવારના રોજ કોઈ અજાણ્યા ઈસમો આ પ્લાન્ટમાં ઘૂસી આવ્યા હતા અને અલગ અલગ સાઈઝના કુલ 1362 મીટર કેબલ વાયરની ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટનાની જાણ પ્લાન્ટના આસિસ્ટન્ટ મેનેજર અમિતકુમાર શૈલેષભાઈ પટેલ દ્વારા પ્રદિપસિંધ પ્રદિપસિંધ તોમરને કરવામાં આવી હતી. આ જાણકારી મળતા 7 લાખ કરતા વધુ ના કેબલ વાયર ની ફરિયાદ નોંધાઇ હતી.આ માહિતી ગઈકાલે છ વાગે મળી હતી.