માંડવી: બિદડા સર્વોદય ટ્રસ્ટ અને અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહકાર (MoU) પર હસ્તાક્ષર કરાયા
Mandvi, Kutch | Nov 23, 2025 બિદડા સર્વોદય ટ્રસ્ટ અને અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે પાંચ વર્ષ માટેના શૈક્ષણિક સહકાર (MoU) પર હસ્તાક્ષર થયા છે. આ MoU અંતર્ગત મેડિકલ, રિહેબિલિટેશન, નેચર ક્યોર અને વેલનેસ ક્ષેત્રે બંને સંસ્થાઓ એકબીજાથી જ્ઞાન અને ટેકનિક્સનો આપલે કરશે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ડોક્ટર રોબેકા મેલોવિન (અસોસિએટ ડીન ગ્લોબલ હેલ્થ), ડૉક્ટર એનેટ ઓ કોર્નર (સિનિયર એસોસિએટ ડીન વેટરનરી મેડિસીન) અને નિશા રમેશ દેઢિયા બિદડા આવી પહોંચ્યા હતા.