ધોળકા: ધોળકા ખાતે રેનવાડામાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ, નગરપાલિકાની ચૂંટણીનુ બ્યુગલ ફૂંક્યુ
તા. 16/09/2025, મંગળવારે રાત્રે 09 વાગે ધોળકા ખાતે રેનવાડા વિસ્તારમાં આવેલ આંબલી ફળિયામાં આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો તથા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ જનસભામાં ધોળકા નગરપાલિકાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 09 વોર્ડમાંથી પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેવી ઘોષણા કરવામાં આવી હતી.