રાજકોટ પૂર્વ: ગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયા
મૂળ ધારીના અને હાલ કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં રહેતા દર્શનભાઈ છગનભાઈ મકવાણા(ઉ.વ.18) સાથે ગાડી પાર્ક કરવા મામલે પાડોશમાં રહેતા રમજાન,સાહિલ અને પ્રવીણ સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી પોતાના મકાનમાંથી સામાન લેવા ગયેલા દર્શન પર રમજાન સહિત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં પ્ર. નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી