ઝાલોદ: કારઠ ખેડા કેન્દ્રની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ જણાતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કાર્યકર બહેનોને છુટા કરવા સૂચના અપાઈ
Jhalod, Dahod | Nov 2, 2025 ગતરોજ તારીખ 01/11/2025 શનિવારના રોજ સાંજે 6 કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા પ્રોગામ ઓફીસર ઇરા ચૌહાણ દ્વારા ઝાલોદ તાલુકાના કારઠ ખેડા કેન્દ્રની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્રમાં ઘણી ક્ષતિઓ જોવા મળી હતી.આ દરમ્યાન કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર બહેન દ્વારા સવારના નાસ્તા મેનુ મુજબનો નહતો આ સાથે બપોરના ભોજન દાળ - ભાત કાચા બનવામાં આવેલ હતા. અને જે બનેલ હતો તે પણ ગણવતા યુકત બનાવેલ નથી.