પારડી: આજે તા.૦૮ ઓક્ટો.એ પારડી ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
Pardi, Valsad | Oct 7, 2025 રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત “યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ” નિમિત્તે તા.૦૮-૧૦-૨૦૨૫ નાં રોજ સવારે ૯:૩૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી ભારત રત્ન મોરારજી દેસાઈ ઓડીટોરીયમ હોલ, પારડી ખાતે રોજગાર એનાયત પત્ર વિતરણ કાર્યક્રમ અને રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.