અલથાણ ખાતે દારૂ પાર્ટી મામલે, નવો વળાંક, દમણથી દારૂ લાવ્યા હોવાનું ઉદ્યોગપતિ દ્વારા કબૂલાત
Majura, Surat | Oct 26, 2025 સુરતના ઉદ્યોગપતિ સમીર શાહે પોતાના જન્મદિવસ પર દારૂની પાર્ટી અંગે અલથાણ પોલીસ સામે અનેક ખુલાસા કર્યા છે. તેણે પોલીસને જણાવ્યું કે, જન્મદિવસની પાર્ટી માટે દારૂ તે પોતે દમણથી લાવ્યા હતા. પોલીસે આ નિવેદનની સચ્ચાઈ ચકાસવા માટે ક્રોસ-વેરિફિકેશન શરૂ કર્યું છે, કારણ કે નબીરા જૈનમની ધરપકડ બાદ કેસમાં મોટો વળાંક આવ્યો છે,PSI સાથે જૈનમની ઝપાઝપી બાદ મામલો હવે ગૂંચવાયો,સુરતના વેસુ વિસ્તારની કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી કારમાંથી બીયરના ટીન મળીઆવી