વડનગર: વડનગર મ્યુઝીયમમાં મુલાકાતીઓની સંખ્યા વધી
વડનગર મ્યુઝીયમમાં રજાના દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે જેને લઈને અવ્યવસ્થા સર્જાયાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ સિક્યોરિટી સાથે પ્રવાસીઓને ઘર્ષણ થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જે બાદમાં સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. તહેવારોના દિવસોમાં મ્યુઝીયમ પ્રવાસીઓની પહેલી પસંદ બનતું જોવા મળી રહ્યું છે. અમુક બાબતોને લઈને પ્રવાસીઓમાં નિરાશા પણ જોવા મળી છે.