કેશોદ તાલુકાના પાણખાણ ગામે વિકાસને નવી દિશા આપતો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ થયો છે. અંદાજિત રૂપિયા ૩.૪૦ કરોડના ખર્ચે પાણખાણથી સિલોદર ગામને જોડતા પુલના નિર્માણનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા સહિત ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.