કામરેજ: આંબોલી ગામ પાસે તાપી નદીનો જૂનો બ્રિજ બંધ કરવામાં આવ્યો.
Kamrej, Surat | Sep 22, 2025 કામરેજ તાલુકાના ખોલવડ ગામથી આંબોલી ગામને જોડતા તાપી નદી પરના જૂના બ્રિજ પર વાહનોની અવર-જવર ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી બંધ રહેશે. આ અંગે સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.જાહેરનામા મુજબ, બ્રિજના સુપર સ્ટ્રક્ચરનો એમ.બી.આઈ. યુનિટ વડે કન્ડિશન સર્વે કરવાનો હોવાથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.