મુળી પંથકના કળમાદ, લીયા, સરલા, દુધઈ, ગઢડા સહિત અનેક ગામોમાં ગેરકાયદે ખનન યથાવતની ફરિયાદો છતાં સ્થાનિક તંત્ર અને ખાણ-ખનિજ વિભાગની નિષ્ક્રિયતા સામે આવી હતી જેમાં સ્થળ મુલાકાત પહેલા જ ખનિજ માફિયાઓ વાહનો સાથે ફરાર થઈ જાય છે.જાગૃત નાગરિકોમાં ભારે રોષ સાથે કડક કાર્યવાહીની માંગ કરી છે